વિકાસ કાર્યો

મિશન ગ્રીન કવર અમરેલી  _આપણું શહેર _ હરિયાળું શહેર

ભવિષ્યના ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખી અમરેલી શહેરની આગામી પેઢી માટે આરોગ્યપ્રદ-પ્રદૂષણમુક્ત પર્યાવરણનું નિર્માણ થાય, સાથોસાથ પક્ષીઓ માટે જરૂરી ઇકો સિસ્ટમ વિકસિત થાય એવા આશય સાથે નગરપાલિકા અમરેલી આગળ વધી રહી છે.સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમરેલી નગરપાલિકા દ્વારા મિશન ગ્રીન અંતર્ગત અમરેલી શહેરને  5000+ વૃક્ષારોપણ દ્વારા ઓક્સિજનથી ભરપૂર_ગ્રીન કવર પહેરાવવાના સંકલ્પ સાથે આપણું શહેર _ હરિયાળું શહેર મહાઅભિયાનની શરૂઆત શ્રીદિલીપભાઈ સંઘાણી અને શ્રી ધનસુખભાઈ ભંડેરી ના હસ્તે કરવામાં આવી.વિશન ડોક્યુમેન્ટ 2025ના વધુ એક જનતા વચનના લોકાર્પણ સમયે અમરેલી નગરપાલિકા ગૌરવ અનુભવે છે.