અમરેલી વિશે



અમરેલી ધન રાશિનો અને પૂર્વષાઢા નક્ષત્રનો પ્રદેશ છે, સ્વભાવથી ભારે વિચિત્ર છે.

અમરેલી ક્યારે, કોણે વસાવ્યું એની કડીબદ્ધ માહિતી મળતી નથી. ઇ.સ છઠ્ઠી સદીના વલભી તામરપત્રમાં અમરવલ્લી-અમરવલઇ જેવા નામો નો ઉલ્લેખ છે. ઇ.સ પંદરમી સદીના શિલાલેખોમાં અમરેલી નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે. અમરેલી અતિપ્રાચીન વસાહત છે. અમરેલીનો સીધો સંબંધ બૌધ્ધ રાજા ગુહસેન સાથેનો ઉલ્લેખ છે. આ રાજાના ત્રણ તામપત્રો માં અમરેલીનો ઉલ્લેખ જોવા મળે છે. અમરેલીના ગોહિલવાડ ટીમ્બા ઉપરથી મોટી સંખ્યામાં ભગવાન બૌધ્ધની પ્રતિમાઓ અને સિક્કાઓ મળી આવ્યા છે.

આખા પશ્ચિમ ભારતમાં વિક્રમ સંવત તેનો ઉપયોગ અમરેલીમાં અમરેલી પ્રાચીન અરવલ્લી હોવાનું મનાય છે. અમરેલીમાં જે પુરાવશેષ પ્રાપ્ત થયા છે એમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના "આહત સિક્કા" છે.

1730 માં દામજીરાવ ગાયકવાડે અમરેલી જીતી ગાયકવાડી શાશન સ્થાપ્યું હતું ત્યારે અમરેલી પાંચ ટપ્પાઓ 1-વાંકીયા, 2-જાળીયા, 3-હવેલી, 4-વરસડા, 5-દેવળીયા માં વહેંચાયેલ હતું. આગળ જતાં તેજસ્વી દીવાન વિઠોબા દેવાજીના શાસનમાં અમરેલી આગળ વધ્યું. વડોદરાના યશસ્વી રાજા સયાજીરાવ ગાયકવાડે ફરજીયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત 1892માં અમરેલીથી શરૂ કરી. 1935 માં સયાજીરાવ ગાદીત્વ ના 60 વર્ષની ઉજવણી અંતર્ગત હિરક મહોત્સવ ઉજવાયો હતો જેના કાયમી સંભારણા રૂપે મહારાજા ની પ્રતિમા બાગમાં મુકવામાં આવી જે હીરાકબાગ તરીકે ઓળખાય છે. અમરેલીની વસ્તી વધતા કોટ વિસ્તારની બહાર સૌ પ્રથમ માણેકપરું વસ્યું હતું. સયાજીરાવ ગાયકવાડ બ્રિટિશ સરકારને બાહેધરી મુજબ નાણાં ન ચૂકવી શકતા અમરેલીનો મહેલ અંગેજોએ પોતાના કબ્જામાં લીધો હતો, જે આગળ જતાં ફરીથી ગાયકવાડ ને સોંપવામાં આવેલ હતો.

1870 ની આસપાસ અંગ્રેજો કર્નલ વોકરની આગેવાની માં અમરેલી આવ્યા અને સાહિત્યપ્રેમી કર્નલે 1980 માં વોકર લાયબ્રેરી સ્થાપી હતી.

  ગાંધી અને અમરેલી
મહાત્મા ગાંધી 7 વખત અમરેલીની મુલાકાતે આવ્યાની નોંધ છે. અમરેલી કપોળ બોર્ડીંગ ખાતે એમનો ઉતારો રહેલ હતો જ્યાં ગાંધીજીએ સ્વહસ્તાક્ષરે પ્રવાસની નોંધ પણ લખેલી. જૈન મહાજન વાડીના ડેલા માં જનતા સાથે દેશની પરિસ્થિતિની ચર્ચા કરી હતી. સાતલી નદીપટ માં એમની રાત્રીસભા થયેલ. અમરેલી જેલ, હડાળા, બગસરા, લાઠી, ઢસા, ચલાલા, કુંકાવાવ જેવા સ્થળોએ મુલાકાત કરી હતી.

  સ્વાતંત્ર સંગ્રામ માં અમરેલી
આઝાદી ની લડાઈ માં અમરેલીનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. અમરેલીના અંધ કવિ હંસ રચિત દેશભક્તિના ગીતો રાષ્ટ્રીય ચળવળમાં ગુંજતા હતા. અસહકાર ની ચળવળ દરમિયાન નદી કિનારે વિદેશી કાપડની હોળી કરવામાં આવી હતી. ગાંધીજી ની જેલમુક્તિની માંગ સાથે જ્યુબિલી હોલમાં મીટીંગ રાખવામાં આવતી હતી અને લાયબ્રેરી ચોકમાં જાહેર સભાઓ થતી હતી. મીઠા સત્યાગ્રહ માં વ્યાયામ મંદિરના યુવાનોની આગેવાનીમાં સેંકડો લોકો જોડ્યા હતા. હિન્દ છોડો આંદોલનમાં રેલી પ્રદર્શનો કરી સેંકડો લોકોએ ધરપકડ વહોરી હતી. અમરેલીમાં "ક્રાંતિ" નામની પત્રિકા પણ બહાર પાડવામાં આવી હતી..

  ડો. જીવરાજ મહેતા
1949 માં અમરેલી પ્રાંતનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું. મુંબઈ રાજ્યના તત્કાલીન નાણામંત્રી શ્રી જીવરાજભાઈ મહેતાએ અમરેલી વિસ્તારની ભૌગોલિક સરહદો અંકિત કરવાનું કામ શ્રી રતુભાઈ અદાણીને સોંપવામાં આવ્યું હતું. તેમણે છ માસમાં સરકારને અહેવાલ સુપરત કર્યો તેના ફળસ્વરૂપે અમરેલી જિલ્લા તરીકે 1 જુલાઈ 1959 માં અસ્તિત્વમાં આવ્યો. ગુજરાત રાજ્યના ઘડતરમાં બહુમૂલ્ય પ્રદાન આપનાર ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતા અમરેલીના પનોતા પુત્ર હતા. અમરેલીના સરકાર વાડા ઉપર આવેલા તોપખાના નામે ઓળખાતા મકાનમાં રહેતા હતા. સ્વભાવે અતિ વિનમ્ર, ઉચ્ચ નૈતિક મૂલ્યો અને કુશળ વ્યક્તિત્વના કારણે ગાંધીજી પોતે પણ ડો. જીવરાજ મહેતા થી પ્રભાવિત હતા અને એમનું કહ્યું માનતા હતા. અમરેલી ને શિક્ષણ સામજિક ક્ષેત્રે ડો. જીવરાજ મહેતાએ બહુમૂલ્ય ભેટો આપી હતી.

  વડી અને ઠેબી
અમરેલી શહેરના પાદરમાંથી બે નદી વડી અને ઠેબી પસાર થાય છે. વડી ને મોટી નદી અને ઠેબી નદીના પ્રવાહ પટ માં ચાલીએ તો માત્ર કાંકરા જ ઠેબે ચડતા હતા તેથી તેને ઠેબી કહેવાય છે.

"આડે આવ્યા જાય ઉપાડી, ગર્જના કરતી ગેલી,
અમરેલીએ ઊંધા માથે, કણકા નાખે ઠેબી !"

અમરેલીના પાદરે ફતેહપુર ગામે માત્ર 250 વર્ષ પહેલાં સંત ભોજલરામબાપા ને આંગણે સ્વયંમ ભગવાન પધારેલ.
સંતમાળાના મેરુ સમાન શ્રી આપાદાના અમરેલી નજીક ચલાલા સ્થાને છે.
સ્વામિનારાયણ સંત પૂજ્ય યોગીજી મહારાજ ધારી માં થઈ ગયા હતા.
સાક્ષાત્કારી ,સેવા ભેખધારી અને સચ્ચાઈનું બીજું નામ એવા પૂજ્ય મહાત્મા મૂળદાસ અમરેલીની બીજી ઓળખ છે.
ગુજરાત સાહિત્યમાં બહુમૂલ્ય પ્રદાન આપનાર દ્વિતિય કવિ કાગ અમરેલીનું ગૌરવ સમાન છે .
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી નું બાળપણના સંભારણા અમરેલી જીલ્લાના બગસએ ગામે ગુંજે છે.
સાહિત્ય પ્રેમી કવિ કલાપી અમરેલી જિલ્લાના લાઠી વિસ્તાર ના રાજા હતા.
ભુપત બહારવટિયા અમરેલીની ખુમારીનું પ્રતીક હતા.
વિશ્વ વિખ્યાત મહાન જાદુગર કે લાલનો જન્મ અમરેલી જિલ્લાના બગસરામાં થયેલ..
સમગ્ર ભારતભરનું બીજું બાલભવન અમરેલીમાં કાર્યરત છે.
સંલગ્ન માહિતી મોકલવા માટે amrelicityin@gmail.com